1 |
જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેલ હશે તે ઉમેદવાર જ પોતાના વાંધા-સૂચનો ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરી શકશે. |
2 |
ઓબ્જેક્શન ટ્રેકર સીસ્ટમમાં લોગ-ઈન કરવા માટે ઉમેદવારે જે સંવર્ગ માટે પરીક્ષા આપી હોય તે સીલેક્ટ કરી, પોતાનો બેઠક નંબર અને જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે. |
3 |
લોગ-ઈન થયા બાદ ઉમેદવાર વાંધા-સૂચન રજૂ કરવાનો નિયત નમૂનો તથા પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશે. |
4 |
ઉમેદવાર જે પ્રશ્ન અથવા વિકલ્પ અંગે વાંધો રજૂ કરવા માંગતા હોય તે પ્રશ્ન નંબર સીલેક્ટ કરી તેની સામે જે જવાબ સૂચવવા માંગતા હોય તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે તથા વાંધા-સૂચન રજૂ કરવા અંગેનું પત્રક તથા તેને પ્રમાણભૂત આધાર-પૂરાવા સ્કેન કરી એક જ PDF ફાઈલ બનાવી ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ પર અપલોડ કરવાની રહેશે. (સજેશન શીટ વગરની અરજીઓ રદ થશે). |
5 |
ઉમેદવારે પ્રશ્નવાર અલગથી સજેશન શીટ તથા તેને પ્રમાણભૂત આધારો અપલોડ કરવાના રહેશે. દા.ત. વાંધા-સૂચન પત્રક, આધાર-પૂરાવાના કુલ 3 પૃષ્ઠ થતા હોત તો પ્રથમ પૃષ્ઠ તરીકે વાંધા-સૂચન પત્રક રાખવાનું રહેશે ત્યારબાદ પછીના 2 પૃષ્ઠ અન્ય આધાર-પૂરાવાના રાખવાના રહેશે. આમ કુલ 3 પૃષ્ઠ સ્કેન કરી એક જ PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે. |
6 |
ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ પર વાંધા-સૂચન રજૂ કર્યા બાદ ઉમેદવાર પ્રિન્ટ લઈ શકશે. |